અદાણી ગ્રુપના બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા અમન કુમાર સિંહે NDTVના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. ગ્રુપે આ રાજીનામાનું કારણ અમન કુમારની વ્યસ્તતા ગણાવી છે. જો કે છત્તીસગઢમાં તેમની સામે ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો છે.
ન્યુ દિલ્હી ટેલિવિઝન લિમિટેડ (NDTV)એ ગયા અઠવાડિયે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે અમન કુમાર સિંઘે 1 એપ્રિલથી લાગુ થતા કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું છે.
અમન કુમાર સિંહ ભૂતપૂર્વ રેવન્યુ ઓફિસર છે, જે છત્તીસગઢમાં રમણ સિંહની આગેવાની હેઠળની ભાજપ સરકારમાં શક્તિશાળી બ્યુરોક્રેટ હતા. ઉપરાંત, તેઓ મુખ્યમંત્રી રમણ સિંહના મુખ્ય સચિવ પણ હતા. નવેમ્બર 2022માં, તેમણે અદાણીમાં બ્રાન્ડ કસ્ટોડિયન અને કોર્પોરેટ બાબતોના વડા બનવા માટે નોકરી છોડી દીધી. તે જ સમયે, જ્યારે અદાણી ગ્રુપે એનડીટીવીનું અધિગ્રહણ કર્યું, ત્યારે ગ્રુપે તેમને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા.