Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે ફુગાવાનું પ્રેશર, સ્લોડાઉનની અસર અને વ્યાજદર વધારાના કારણે ઇક્વિટી માર્કેટમાં અનિશ્ચિતત્તા જોવા મળી રહી છે જેના કારણે રોકાણકારો દ્વારા રોકાણ ધીમું પડ્યું છે. ઇક્વિટી માર્કેટમાં બે તરફી રેન્જ જોવા મળી રહી છે અને આગળ જતા સેન્ટ્રલ બેન્કો વ્યાજદર વધુ વધારશે તેવા સંકેતોથી માર્કેટમાં વધુ ઘટાડો આવી શકે જેના કારણે રોકાણ ઘટી રહ્યું છે. વોલેટાલિટીના માહોલ વચ્ચે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ ઓગસ્ટમાં રૂ. 6,120 કરોડનું રોકાણ આવ્યું હતું પરંતુ આ રોકાણ પ્રવાહ છેલ્લા 10 મહિનામાં સૌથી નીચું સ્તર રહ્યું છે.


ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રવાહનો આ સતત 18મો મહિનો પોઝિટીવ રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી રોકાણની ગતિ ઘટી રહી છે. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi) દ્વારા રજૂ કરવામાં આવેલ અહેવાલ અનુસાર ઓગસ્ટમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ઘટ્યો છે. જુલાઈમાં રૂ. 8,898 કરોડ, જૂનમાં રૂ. 15,495 કરોડ, મેમાં રૂ. 18,529 કરોડ અને એપ્રિલમાં રૂ. 15,890 કરોડની સરખામણીમાં ઘણો ઓછો નોંધાયો છે. ઓગસ્ટ મહિનામાં ઓક્ટોબર 2021 પછી રોકાણનું સૌથી નીચું સ્તર જોવા મળ્યું હતું, જ્યારે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 5,215 કરોડ આકર્ષ્યા હતા. ઇક્વિટી સ્કીમ્સમાં માર્ચ 2021થી ચોખ્ખો ઇનફ્લો જોવા મળી રહ્યો છે.

આ સ્કીમ્સમાં જુલાઈ 2020થી ફેબ્રુઆરી 2021 સુધીના આઠ મહિનાના સમયગાળામાં આઉટફ્લો જોવા મળ્યો હતો જેમાં રોકાણકારોએ સરેરાશ રૂ.46,791 કરોડનું ફંડ્સ પરત ખેંચ્યું હતું. વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા ફુગાવાની ચિંતા સતત વધી રહી હોવાથી બજારો અસ્થિર બની રહ્યા છે. ઇક્વિટી ઉપરાંત ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ગયા મહિને રૂ.49164 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો.

Recommended