Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું હતું. જોસ બટલરની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 224 રનનો ચેઝ કર્યો, જે IPL ઈતિહાસમાં સૌથી સફળ રન ચેઝની બરાબર છે. આ પહેલાં રાજસ્થાને જ 2020માં પંજાબ સામે 224 રનના ટાર્ગેટને ચેઝ કર્યો હતો.


ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રાજસ્થાને ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 223 રન બનાવ્યા હતા. સુનીલ નારાયણે 56 બોલમાં 109 રન બનાવ્યા હતા. રાજસ્થાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. જોસ બટલરે 59 બોલમાં 107* રન બનાવ્યા હતા.