મનીષ સિસોદિયાએ દિલ્હી દારૂ નીતિ કૌભાંડ સંબંધિત CBI કેસમાં દિલ્હી હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જસ્ટિસ દિનેશ શર્માએ આ અંગે સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો હતો. તેમજ સુનાવણી માટે 20 એપ્રિલનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.
સીબીઆઈ કેસમાં મનીષના જામીન સ્પેશિયલ જજે ફગાવી દીધા હતા, ત્યારબાદ મનીષે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
CBIએ અમનદીપ ઢાલની 21 એપ્રિલ સુધી કસ્ટડી મેળવી છે
રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે દિલ્હી સ્થિત વેપારી અમનદીપ સિંહ ઢલને એક્સાઈઝ પોલિસી કેસમાં 21 એપ્રિલ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલી દીધા છે. ઢલની મંગળવારે તિહાર જેલમાંથી સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બ્રિન્ડકો સેલ્સના ડાયરેક્ટર ઢલને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા પહેલાથી જ ધરપકડ કરવામાં આવી હતી.