સ્ટોક એક્સચેન્જ પર આ વર્ષ દરમિયાન લિસ્ટ થયેલા શેર્સમાં સતત ઘટાડો તેમજ ભૌગોલિક રાજકીય તણાવને કારણે વોલેટિલિટીને પગલે IPOs મારફતે ફંડ એકત્રીકરણ વર્ષ 2022માં ઘટીને રૂ.57,000 કરોડ નોંધાયું છે.વર્ષ 2022 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં એકત્ર કરાયેલી કુલ રકમમાંથી માત્ર LICનો જ 35 ટકા હિસ્સો રહેલો છે. જેણે IPOs મારફતે કુલ રૂ.20,557 કરોડની રકમ એકત્ર કરી હતી. વર્ષ 2022માં મંદીના ડર અને વ્યાજદરમાં વધારાને કારણે રોકાણકારો ચિંતિત રહ્યા હતા.
વર્ષ 2023માં વૈશ્વિક સ્તરે મંદ વૃદ્વિની અસર ભારતમાં પણ જોવા મળશે . તદુપરાંત નિરુત્સાહી ટ્રેન્ડને કારણે વર્ષ 2023માં IPO મારફતે એકત્ર કરાયેલી રકમ વર્ષ 2022ના સ્તર કરતાં પણ ઓછી રહેશે તેવું ટ્રૂ બિકન અને ઝીરોધાના સહસ્થાપક નિખિલ કામથે જણાવ્યું હતું.
ે વર્ષ 2023માં વોલેટાઇલ સ્ટોક માર્કેટને કારણે IPOsનું કુલ કદ પણ ઓછુ રહેશે. વર્ષ 2023 દરમિયાન પ્રીમિયમ વેલ્યુએશન પણ ઘટી શકે છે જેને કારણે IPOsની અસર ઘટી શકે છે. તદુપરાંત તાજેતરમાં રજૂ થયેલા IPOsના નબળા પરફોર્મન્સને કારણે પણ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઇ છે, જેને કારણે આગામી સમયમાં ફિક્કો પ્રતિસાદ સાંપડે તેવી શક્યતા છે. વર્ષ 2023 દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં નિરુત્સાહી ટ્રેન્ડ રહેશે.