ISIS ખોરાસાને ધમકીભર્યો વીડિયો જાહેર કરીને ભારત-પાકિસ્તાનની મેચ પર 'લોન વુલ્ફ' એટેક (એક જ હુમલાખોર દ્વારા કરવામાં આવતો હુમલો) કરવાની ધમકી આપી છે.
T20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ 9 જૂને ન્યૂયોર્કના આઈઝનહોવર પાર્કમાં નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. હુમલાની ધમકી બાદ અહીં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચેલે કહ્યું- વર્લ્ડ કપને લઈને કોઈ ગંભીર ખતરો નથી. જોકે, તેમણે પોલીસ વિભાગને સુરક્ષા વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવા જણાવ્યું છે. વહીવટીતંત્ર દરેક પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
T-20 વર્લ્ડ કપમાં દરેક 5 ટીમોને 4 ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. આયર્લેન્ડ, કેનેડા અને અમેરિકા પણ આ ગ્રૂપમાં છે. ભારત અને પાકિસ્તાન તેમની તમામ મેચ અમેરિકામાં જ રમશે.