અમેરિકામાં એક કેબ ડ્રાઈવર પર જાતિવાદી ટિપ્પણીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. તેને 24 કલાકમાં 30 લાખ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયોમાં એક મહિલા કેબ ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહી છે. ડ્રાઈવર મહિલાને જાતિવાદી ટિપ્પણીઓ ન કરવા કહે છે અને ત્યાંથી છોડીને જતો રહે છે.
એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આ ઘટના વોશિંગ્ટનની છે. મહિલા કહી રહી છે - હું તારી બોસ છું. મેં તને નોકરીએ રાખ્યો છે. તું નોકર છે. તું મૂર્ખ છે. તમારે સારવાર અને દવાઓની જરૂર છે. મહિલા લાંબા સમય સુધી ડ્રાઈવર પર બૂમો પાડતી રહી. વિરોધ કરવા પર તે થોડીવાર પછી ત્યાંથી ચાલ્યો ગયો.