કાનપુરમાં રસ્તા પર ઈદની નમાજ અદા કરવા બદલ 1700 લોકો વિરુદ્ધ 3 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસનો આરોપ છે કે પ્રતિબંધ હોવા છતાં, 22 એપ્રિલના રોજ જાજમાઉ, બાબુપુરવા અને મોટી ઇદગાહ બેનાજબારની બહારના રસ્તા પર નમાજ અદા કરવામાં આવી હતી. જાજમાઉમાં 200થી 300, બાબુપુરવામાં 40થી 50, બજરિયામાં 1500 નમાજ અદા કરનાર સામે FIR નોંધવામાં આવી છે. જેમાં ઇદગાહ કમિટીના સભ્યોનો સમાવેશ થાય છે.
શાંતિ સમિતિએ કહ્યું હતું- રસ્તા પર નમા ન પઢો
બેગમપુરવા ચોકીના પ્રભારી બ્રિજેશ કુમારે કહ્યું– ઈદ પહેલા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું હતું કે રસ્તા પર નમાજ નહીં પઢવામાં આવે. ઈદની નમાઝ ઈદગાહ અને મસ્જિદની અંદર જ અદા કરવામાં આવશે.
ભીડને કારણે જો કોઈ નમાજી નમાજ ચૂકી જશે તો પોલીસ દ્વારા તેની નમાઝ ફરીથી અદા કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.