Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આફ્રિકન દેશ સુદાન બે ટોચના સેનાપતિઓ વચ્ચે પ્રભાવની લડાઈમાં બે અઠવાડિયાથી હિંસામાં ઘેરાયેલો છે. અત્યાર સુધીમાં સેંકડો લોકોના મોત થયા છે. સુદાનનું આ ગૃહયુદ્ધ પાડોશી દેશો માટે વ્યાપારીકરણની દ્રષ્ટિએ નુકસાનકારક છે. ઉપરાંત,અમેરિકા અને રશિયા જેવા દેશોના હિતોના કારણે આ સંઘર્ષ સર્જાયું હોવાનું માનવામાં આવે છે. રશિયા, ચીન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના હિતો જોડાયેલા છે. આ લડાઈ રશિયા માટે ઘણી મુશ્કેલી ઊભી કરી શકે છે, કારણ કે તેના વેગનર જૂથના આરએસએફની મદદથી સોનું કાઢવાની તેની યોજના અધૂરી રહી શકે છે. આ માટે UAEની કંપનીઓની સુદાનમાં પોર્ટ બનાવવાની યોજનાની સાથે ચીનની 6 અજબ ડોલર (50,000 કરોડ રૂપિયા)ની લોન પણ ફસાઈ છે.

229 વધુ ભારતીયો આવ્યા, 2700નું રેસ્કયૂ| રવિવારે સુદાનમાંથી 229 ભારતીયોને સુરક્ષિત કર્ણાટકના બેંગલુરુ ખાતે લવાયા હતા. બચાવાયેલા ભારતીયોની આ સાતમી બેચ છે. અત્યાર સુધીમાં 2700 લોકોને સુદાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ પહેલા રવિવારે સવારે 365 ભારતીયો દિલ્હી પરત ફર્યા હતા.