Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયમ લીગ (IPL)ની 16મી સીઝન હવે 31 માર્ચથી શરૂ થઈ રહી છે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ ગુજરાત ટાઇટન્સ અને 4 વખત વિજેતા ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી ઓપનિંગ મેચ રમવામાં આવશે. ટૂર્નામેન્ટમાં 10 ટીમ ભાગ લઈ રહી છે. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ લીગની બે સૌથી સફળ ટીમ છે.


દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ અત્યાર સુધી ખિતાબ જીતી શકી નથી.

IPLની 13 સીઝનમાં સામેલ રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમને મહેન્દ્ર સિંહ ધોનીને 11 વખત પ્લેઑફમાં પહોંચાડ્યું છે. 9 વખત ટીમ ફાઈનલ રમી છે અને તેમાં 4 વખત ચેમ્પિયન બની છે. ધોની પાસે સૌથી વધુ 210 IPL મેચમાં કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે. તેમણે 123 મેચમાં જીત અપાવી છે અને 86 મેચ હારી છે. એક મેચ અનિર્ણીત રહી છે. ધોનીએ 234 IPL મેચમાં 135.20ની સ્ટ્રાઈક રેટથી 4978 રન બનાવ્યા છે. જેમાં તેઓએ 24 ફિફ્ટી ફટકારી છે.

સ્ટ્રેન્થ: અનુભવી ખેલાડીઓ, 9 નંબર સુધી બેટિંગ અને ઓલરાઉન્ડરથી સજ્જ પ્લેયર્સ આ વખતે CSKની ટીમ તેમના હોમગ્રાઉન્ડ ચેપોક પર ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. ટીમમાં મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર અને થિક્સાનાના રૂપમાં જોરદાર સ્પિનર્સ છે.

વીકનેસ: ટીમમાં ફાસ્ટ બોલર્સની ખોટ. જેમિસન ટૂર્નામેન્ટમાં કદાચ રમશે નહીં. રિસ્ટ સ્પિનર એક જ છે. ટૉપ ઓર્ડર અટેકિંગ નથી.

સંભવિત પ્લેઇંગ-11
ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), દીપક ચહર, મહેશ થિક્સાના અને તુષાર દેશપાંડે