Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષ 2023-24માં ઇક્વિટીએ 30%થી પણ વધુ રીર્ટન આપીને સૌથી વધુ કમાણી કરાવી છે. 12.6% રિટર્ન સાથે સોનું બીજા ક્રમે રહ્યું છે જ્યારે પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ (પીપીએફ)એ ગત વર્ષમાં 7.1% રિટર્ન આપ્યું હતું.

આ નાણાકીય વર્ષમાં ચાંદીમાં માત્ર 3.6% જ રિટર્ન મળ્યું છે પરંતુ વિશ્લેષકોના મતે રોકાણકારો માટે 1 એપ્રિલથી શરૂ થઈ રહેલું નાણાકીય વર્ષ 2024-25 ‘ચાંદી જ ચાંદી’ ગણાશે. કારણ કે નવા વર્ષમાં ચાંદીમાં સૌથી વધુ 18% રિટર્ન મળવાની શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ઇક્વિટીનું રિટર્ન 16% અને સોનામાં 4%થી થોડું વધુ રિટર્ન મળી શકે છે.

857 શેરનું રિટર્ન 100%થી વધુ
બીએસઈના આંકડા પ્રમાણે 1 એપ્રિલ, 2023થી માંડીને 31 માર્ચ, 2024 (નાણા વર્ષ 2023-24) વચ્ચે 857 શેરોનું રિટર્ન 100%થી વધુ રહ્યું. તેમાંથી 11 શેરના 10 ગણાથી વધુ અને 846 શેરમાંથી 100%થી માંડીને 936% સુધીનું રિટર્ન છૂટ્યું છે. 746 શેરનું રિટર્ન 51-100% મળ્યું હતું.