2022માં રશિયા અને યુક્રેન વચ્ચે પરમાણુ યુદ્ધ થવાનું હતું. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર પરમાણુ હુમલાની યોજના બનાવી હતી. બાદમાં પીએમ મોદીના કારણે પરમાણુ યુદ્ધનો પ્લાન અટકાવાયો ગયો હતો.
આ દાવો બે અમેરિકન અધિકારીઓએ કર્યો છે. CNNએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે તે સમયે અમેરિકી વહીવટીતંત્ર પુતિનના વલણથી ખૂબ નારાજ થઈ ગયું હતું. ત્યારબાદ બાઈડને ભારત સહિત અનેક દેશો પાસેથી સહયોગ માંગ્યો હતો.
વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે તે સમયે જે કર્યું તેમાંથી એક માત્ર રશિયાને સીધો સંદેશ મોકલવાનો હતો. તેના બદલે તે દેશો પાસેથી પણ મદદ માંગી હતી. જેના શબ્દો પુતિન સુધી પહોંચી શક્યા. તે સમયે બહારથી લાદવામાં આવેલ દબાણ ખૂબ કામ આવ્યું હતું.
યુએસ અધિકારીઓનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો દ્વારા આઉટરીચ અને જાહેર નિવેદનોએ કટોકટી ટાળવામાં મદદ કરી હતી.