દેશમાં ઇવીના વેચાણને પ્રોત્સાહિત કરવા માટેની સરકારની મહેનત હવે રંગ લાવી રહી છે. ગત મહિને દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (ઇવી)નું વેચાણ સામાન્ય કારની તુલનાએ બમણી ઝડપથી વધ્યું હતું. અલગ અલગ કંપનીઓની કારનું વેચાણ ગત વર્ષની એપ્રિલની તુલનાએ 22% વધ્યું હતું. પરંતુ ઇવીના વેચાણમાં 41%નો ઉછાળો જોવા મળ્યો હતો. એપ્રિલમાં દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીનું વેચાણ 6.5%, હ્યુંડાઇનું વેચાણ 13% અને કિયાનું વેચાણ 22% વધ્યું હતું. પરંતુ તાતા મોટર્સના વેચાણમાં 4%નો ઘટાડો થયો હતો. જો કે તેમાં કોર્મશિયલ વાહન સામેલ છે. જ્યારે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં કંપનીના વેચાણમાં 13% વૃદ્ધિ નોંધાઇ હતી. આગળ જતા ઓટો સેક્ટરમાં મજબૂત ગ્રોથ જળવાશે.