Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વન્યજીવ એક્સપર્ટ અને ચિત્તા ટાસ્ક ફોર્સના સભ્ય દિવ્યા ભાનુસિંહે તેમના પુસ્તક ‘ધ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ચિત્તા’માં ગીરના સિંહને કૂનો નેશનલ પાર્કમાં લાવવાની વાતને ઉજાગર કરી છે. ગીરના સિંહને મધ્યપ્રદેશના કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે. 1990ના દાયકા દરમિયાન ભારત સરકારે કુદરતી આફતો અને રોગચાળાને કારણે ગીરથી કૂનોમાં સિંહોના સ્થળાંતરનો પ્રસ્તાવ મૂક્યો હતો.


ગુજરાત સરકારે ટ્રાન્સલોકેશનનો વિરોધ કરતાં અન્ય રાજ્યમાં સિંહોને ખસેડવાને ગુજરાતના લોકોનું અપમાન ગણાવ્યું હતું. કારણ કે એશિયાટીક સિંહ ભારતમાં જ જોવા મળે છે જે ફક્ત ગીર અભયારણમાં જ વસે છે. પુસ્તકમાં કહ્યા પ્રમાણે એકવાર ચિત્તો કૂનોમાં અનુકૂળ થઈ જાય અને પ્રજનન કરે ત્યારે ગીરના સિંહોને પણ લાવી શકાય છે.

ગયા વર્ષે, પીએમ મોદીના 72મા જન્મદિવસ પર આઠ ચિત્તાને નામિબિયાથી કૂનો લાવવામાં આવ્યા હતા. તેમાંથી 29 માર્ચે કિડનીના રોગના લીધે શાશાનું મૃત્યુ થયું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાના 12 ચિત્તા કૂનોમાં છોડવામાં આવ્યા હતા. હવે ગીરના સિંહને કૂનોમાં લાવવાની ચર્ચા શરૂ થઇ છે, ગીરના સિંહને કૂનો પાલપુરના જંગલમાં મૂકવાની વાત લાંબા સમયથી ચાલે છે.