પ્રખ્યાત ફેશન બ્રાન્ડ અરમાનીના સ્થાપક અને ફેશન ડિઝાઇનર જ્યોર્જિયો અરમાનીનું અવસાન થયું છે. તેઓ 91 વર્ષના હતા. અરમાનીનો જન્મ 11 જુલાઈ 1934ના રોજ ઇટાલીના શહેર પિયાસેન્ઝામાં થયો હતો. કંપનીએ 4 સપ્ટેમ્બરના રોજ તેમના નિધનની માહિતી આપી હતી.
જ્યોર્જિયોએ 1975માં તેમના બિઝનેસ પાર્ટનર સર્જિયો ગેલેઓટી સાથે અરમાની શરૂ કરી હતી. અરમાની તેમની કંપનીના CEO અને એકમાત્ર રોકાણકાર પણ હતા. એનો અર્થ એ થયો કે કંપનીના દરેક નિર્ણય અને દિશા પર તેમનો એકલો જ નિયંત્રણ હતો.
અરમાની ઇટાલિયન શૈલીને વિશ્વભરમાં પ્રખ્યાત બનાવવા માટે જાણીતા છે. ફોર્બ્સ અનુસાર, 2025માં જ્યોર્જિયો અરમાનીની કુલ સંપત્તિ $12.1 બિલિયન (રૂ. 1 લાખ કરોડ) છે. તેમની સંપત્તિ તેમની સ્વ-સ્થાપિત કંપની જ્યોર્જિયો અરમાની SpA માંથી આવી હતી.
અરમાનીએ શરૂઆતમાં દવાનો અભ્યાસ શરૂ કર્યો, પરંતુ બે વર્ષ પછી તેને સમજાયું કે આ તેનો રસ્તો નથી. પછી તે ફોટોગ્રાફીમાં ગયો અને અંતે ફેશનની દુનિયામાં પ્રવેશ કર્યો.