ખેડૂતોને રાહત આપતા, બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં વધારો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકારે BSNLના રિવાઈઝલ માટે 89,047 કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે.
કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે મગની દાળનો લઘુત્તમ ટેકાના ભાવ સૌથી વધુ 10.4%, મગફળી 9%, તલ 10.3%, ડાંગર 7%, જુવાર, બાજરી, રાગી, અરહર દાળ, અડદની દાળ, સોયાબીન, સૂર્યમુખીના બીજમાં લગભગ 6-7%નો વધારો કરવામાં આવ્યો છે.