Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પબ્લિક સેક્ટર બેન્કે નાણાકીય વર્ષ 2017 થી નાણાકીય વર્ષ 2022 દરમિયાન ખોટથી લઇને નફા સુધીની પડકારજનક સફર ખેડી છે. નાણાકીય વર્ષ 2017માં રૂ.85,390 કરોડની ખોટથી લઇને નાણાકીય વર્ષ 2022 દરમિયાન રૂ.66,539 કરોડનો નફો નોંધાવ્યો છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં રૂ.1 લાખ કરોડના સિમાચિહ્નને આંબે તેવો અંદાજ છે.


એક એવો સમય હતો જ્યારે કુલ ક્રેડિટના 14.58%ના સ્તરે બેડ લોન્સ પહોંચી હતી જેને કારણે PSBsની કથળતી આર્થિક સ્થિતિને કારણે ભારતીય રિઝર્વ બેન્કે 21માંથી 11 PSBsને પ્રોમપ્ટ કરેક્ટિવ ફ્રેમવર્ક હેઠળ મૂકી હતી. PSBsએ ઓછો કેપિટલ બેઝ, ખરાબ મેનેજમેન્ટ, બિનકાર્યક્ષમતા સહિતની મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. અનેક બેન્કો નાદારીના આરે હતી. તેમના શેર્સ પણ તળિયે હતા. PSBsએ વર્ષ 2015-2020 એમ સતત પાંચ વર્ષ સુધી રૂ.2,07,329 કરોડની ખોટ નોંધાવી હતી. સૌથી વધુ ખોટ વર્ષ 2017-18 દરમિયાન નોંધાઇ હતી જ્યારે રૂ. 85,370 કરોડની ખોટ નોંધાઇ હતી. ત્યારબાદ વર્ષ 2018-19માં રૂ.66,636 કરોડ, વર્ષ 2019-20માં રૂ.25,941 કરોડ, 2015-16માં રૂ.17,993 કરોડ અને વર્ષ 2016-17માં રૂ.11,389 કરોડ નોંધાઇ હતી.

પબ્લિક બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની ખોટમાંથી નફા સુધીની સફર પાછળ અનેક પરિબળો કારણભૂત છે. જેમાં PM મોદી સહિત તત્કાલીન નાણા મંત્રી અરુણ જેટલી અને વાણિજ્ય સચિવ રાજીવ કુમાર નેતૃત્વ હેઠળ લેવાયેલા સુધારા માટેના અનેક પગલાં, પહેલ સામેલ છે. વર્ષ 2016-17 થી 2020-21 દરમિયાન સરકારે PSBsને ફરીથી મુડીકૃત કરવા માટે તેમાં રૂ.3,10,997 કરોડ ઠાલવ્યા હતા. જેને કારણે મોટા ભાગની પબ્લિક સેક્ટર બેન્કને આર્થિક સહયોગ મળ્યો હતો અને જેને કારણે અનેક બેન્કો નાદાર થતા પણ અટકી હતી.

તદુપરાંત નાણાકીય ખાધને અસર ન થાય તે રીતે રિકેપિટલાઇઝેશન બોન્ડ મારફતે બેન્કોને મૂડી આપવામાં આવી હતી. તે ઉપરાંત, સરકારે તબક્કાવાર કાળુ નાણું દૂર કરવા માટે પણ કેટલાક પગલાં લીધા હતા. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસીઝમાં જોડાયા બાદ કુમારે નકલી ઇક્વિટીને સર્ક્યુલેટ કરતી રોકવા માટે કુલ 3.38 લાખ ટાંચમાં લીધા હતા.

ડિફોલ્ટર્સ સામેની કાર્યવાહીથી પણ PSBsની સ્થિતિમાં સુધારો
પબ્લિક સેક્ટર બેન્કોમાં મૂડી ઠાલવવા ઉપરાંત પણ કેટલાક પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને ડિફોલ્ટરો સામે મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડિફોલ્ટર્સમાં ભૂષણ સ્ટીલ, જેટ એરવેઝ, એસ્સાર સ્ટીલ, નીરવ મોદી અને રોટોમેક તેમજ યસ બેન્ક, DHFL, IL&FS વગેરે સામેલ છે. સરકારની કડકાઇને કારણે ક્રેડિટર-ડેબિટર વચ્ચેના સંબંધોમાં પણ ફરીથી સૂમેળ જોવા મળ્યો હતો.