Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 61મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 6 વિકેટે આસાન વિજય મેળવ્યો છે. ટીમે 145 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. આ જીત સાથે કોલકાતાએ ચેન્નાઈની પ્લેઓફમાં પ્રવેશવાની રાહ લંબાઈ છે. આટલું જ નહીં નીતીશ રાણાની કેપ્ટનશિપની ટીમે પણ પોતાની આશા જીવંત રાખી છે. KKRએ 13 મેચમાં છઠ્ઠી જીત મેળવી છે. તેના ખાતામાં 12 પોઇન્ટ્સ છે. ચેપોક સ્ટેડિયમમાં ટૉસ જીતીને બેટિંગ કરતા યજમાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવ્યા હતા.

કોલકાતાને ત્રણ ફટકા લાગ્યા
145 રનના ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાને પાવરપ્લેમાં ત્રણ ઝટકાઓનો સામનો કરવો પડ્યો હતો. ટીમે 6 ઓવરમાં 46 રન બનાવ્યા છે. ટીમની ત્રણેય વિકેટ દીપક ચહરે લીધી હતી.

ટૉસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 144 રન બનાવ્યા હતા. ટીમ તરફથી સૌથી વધુ શિવમ દુબેએ 48* રન બનાવ્યા હતા. જ્યારે ડેવોન કોનવેએ 30 રન કર્યા હતા. વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણને 2-2 વિકેટ મળી હતી. તો વૈભવ અરોરા અને શાર્દૂલ ઠાકુરે 1-1 વિકેટ લીધી હતી.

પાવરપ્લેમાં મક્કમ શરૂઆત બાદ ચેન્નાઈએ 11 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમે માત્ર 10 બોલમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. શાર્દૂલ ઠાકુરે 10મી ઓવરના ત્રીજા બોલ પર ડેવોન કોનવેને કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારપછી સુનીલ નારાયણે અંબાતી રાયડુ અને મોઈન અલીને બોલ્ડ કરીને ચેન્નાઈને પાંચમો ઝટકો આપ્યો હતો.

CSKએ પાવરપ્લેમાં 52 રન બનાવ્યા, એક વિકેટ પણ ગુમાવી
પાવરપ્લેમાં ચેન્નાઈની રમત સરેરાશ રહી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટે 52 રન બનાવ્યા હતા. ઓપનર રૂતુરાજ ગાયકવાડ 17 રન બનાવીને આઉટ થયો હતો. તેને વરુણ ચક્રવર્તીએ આઉટ કર્યો હતો.