2024ના વર્ષને અલવિદા કહી 2025ના વર્ષને સુરતીઓ આવકાર્યું છે. જો કે, કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ તો 12 વાગ્યાની રાહ જોયા વગર દિવસે જ ઉજવણી કરી નાખી હતી. સુરતવાસીઓ શાંતિપૂર્ણ રીતે ન્યૂ યર સેલિબ્રેશન કરી શકે તે માટે પોલીસ અત્યારથી જ રસ્તા પર ખડપગે છે.
31મી ડિસેમ્બર ઉજવણીને લઈને સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસ CCTV કંટ્રોલ રૂમ( કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમ) થી શહેરમાં બાજ નજર રાખી રહી છે. આયોજન પર કંટ્રોલ રૂમ થી નજર રાખવામાં આવી રરહ્ય છે. આયોજકો પાસે થી CCTV ઍક્સેસ મેડવવમાં આવ્યા છે