07 સપ્ટેમ્બર, શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. પીઓપીથી બનેલી ગણેશ મૂર્તિને સ્થાપિત કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ મૂર્તિઓ પાણીમાં વિસર્જિત જાય છે અને જળ પ્રદૂષણમાં વધારો કરે છે. માટીની બનેલી મૂર્તિઓ ધર્મ અને પર્યાવરણની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. માટી ઉપરાંત હળદર, ગાયના છાણ અને લાકડામાંથી બનેલી મૂર્તિ પણ ઘરમાં સ્થાપિત કરી શકાય છે.
આકડાના ફૂલો શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને આકડાના કેટલાક છોડ એવા હોય છે જેના મૂળમાં ભગવાન ગણેશનો આકાર બને છે. આકડાના મૂળમાંથી બનેલી આવી મૂર્તિને શ્વેતાર્ક ગણેશ કહેવાય છે.
માન્યતા અનુસાર હળદર અને સોનાથી બનેલી ગણેશની મૂર્તિની પૂજા કરવાથી એક સમાન ફળ મળે છે. સોનાની બનેલી અને હળદરથી બનેલી ગણેશ મૂર્તિ પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. હળદરનો એવી એક ગાંઠ શોધો જેમાં ભગવાન ગણેશનો આકાર દેખાય, આ ગાંઠને ભગવાન ગણેશ માની અને તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. જો હળદરની ગાંઠ ઉપલબ્ધ ન હોય તો તમે હળદરના પાવડરને પાણીમાં મિક્સ કરીને ગણેશજીની મૂર્તિ બનાવી શકો છો.