Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિદેશની બેંકમાં પડેલા મૃત વ્યક્તિના ખાતામાંથી કરોડો રૂપિયાની રકમના ખોટા વારસદાર બનાવી કુલ 65 કરોડથી વધુ રકમમાંથી 26 કરોડ આપવાની લાલચ આપી રાજકોટના વેપારી પાસેથી રૂ.16 લાખ ગઠીયાઓએ ઉસેડી લીધાની ફરિયાદ છે. કોઠારિયા રોડ, મોરારિનગર-5માં રહેતા અને ઓનલાઇન ટ્રેડિંગનું કામકાજ કરતા નિલેશ વલ્લભભાઇ પાધરા નામના વેપારીએ ફેસબુક એકાઉન્ટ ધરાવનાર નતાશા મિત્રા, ત્રણ અલગ અલગ બેંક એકાઉન્ટ ધરાવનાર સહિતનાઓ સામે ફરિયાદ નોંધાવી છે.

વેપારીની ફરિયાદ મુજબ, ગત તા.24-7-2023ના રોજ ફેસબુક પર નતાશા મિત્રાની લિંકમાંથી મેસેજ આવ્યો હતો. જે મેસેજમાં મીઠી મીઠી વાત લખી હતી અને તેમાં એક મેલ આઇડી લખેલું હતું. જેથી તે મેલ આઇડીના આધારે વાતચીત શરૂ કરી હતી. વાતચીતમાં સામે વાળી વ્યક્તિ સિન્થિયા હોવાનું અને તે અમેરિકામાં એનવાયસીબી બેંકમાં ચીફ એડમિન ઓફિસર હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહિ તેને તેનું ઓળખ કાર્ડ, બેંક સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. બાદમાં તે વ્યક્તિએ મેસેજમાં જણાવ્યું કે, ભારતના એક બિઝનેસમેન છે. તેમનું મૃત્યુ નીપજ્યું છે અને તેમના નામની 75 લાખ ડોલરની એફડી છે.

વ્યાજ સહિત 78.75 લાખ ડોલરની રકમ જમા છે, પરંતુ તેમના કોઇ વાલીવારસ નથી. જો તમે તેના વારસદાર બની જાઓ, હું વારસદાર બાબતોના બધા સર્ટિફિકેટ્સ અહીંથી રજૂ કરી દઇશ. જે રકમ મળશે તેમાં 60 ટકા રકમ મારી અને બાકીની 40 ટકા રકમ તમને આપીશની વાત કરી હતી. આમ પોતાને ભારતીય રકમ મુજબ રૂ.65.36 કરોડની રકમમાંથી 40 ટકા રકમ મળવાની હોવાની લાલચમાં હા પાડી હતી. ત્યાર બાદ એનવાયસીબી બેંકના મેલ આઇડી પરથી મારા નામનું વારસદાર તરીકેનું સર્ટિ. મળ્યું હતુ. ત્યાર બાદ મને અમેરિકાની બેંકમાંથી મેલ આવવાનું શરૂ થયા હતા.