ચેટજીપીટી જેવા ઇનોવેશનને કારણે અમેરિકાના લેબર માર્કેટનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઇ જવાનો ખતરો છે. વકીલોથી લઇને અખબારના લેખકો સુધી તમામ ઓફિસની સુસંગતતા અંગે પુનર્વિચાર કરવા માટે મજબૂર બન્યા છે. તેઓને આ વાતની પણ ચિંતા સતાવી રહી છે કે વ્હાઇટ કૉલર જૉબ સંભવત: એ સ્તર પર પહોંચી ચૂકી છે, જ્યાંથી તેની વધવાની સંભાવના નથી. અમેરિકન સરકારને લાગે છે કે આ સમસ્યાના નિરાકરણ માટે એક જ રીત અપનાવી શકાય છે અને તે છે બેરોજગારી વીમા સિસ્ટમ તરફ પરત ફરવું.
અનએમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ સિસ્ટમની ડિઝાઇન એક રીતે પ્રભાવશાળી છે. વર્ષ 1935માં જ્યારે મહામંદીનો દોર ચાલી રહ્યો હતો ત્યારે આ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી અને ત્યારે અમેરિકામાં બેરોજગારીનો દર 25% સુધી પહોંચી ગયો હતો. વાસ્તવમાં એ દોરમાં સરકારી અધિકારીઓ એ પરિણામ પર પહોંચ્યા હતા કે નોકરી વગર તે દરેકને જરૂરિયાત પ્રમાણે પૈસા ન આપી શકે. એ સમયમાં એક અનોખી રીત અપનાવાઇ હતી. કંપનીઓ સૌથી ઓછી છટણી કરે, તે સુનિશ્વિત કરવા માટે સરકારે ‘એક્સપિરિયન્સ-રેટેડ’ પેરોલ ટેક્સ લાગૂ કર્યો હતો.
તેનો અર્થ એ થતો હતો કે જે કંપની જેટલી વધુ છટણી કરશે, તેના પર એટલો જ વધુ ટેક્સ લાગશે. આ પગલાથી પણ મર્યાદિત સમય માટે ફાયદો થયો હતો કારણ કે તેનાથી તે કર્મચારીઓને મદદ મળી જેમની નોકરી ટકી રહી હતી અને તે પણ મર્યાદિત સમય માટે.
એક મુશ્કેલી એ પણ છે કે વર્તમાન સ્થિતિ 1935 જેવી નથી. આજની તારીખમાં બેરોજગારીની સમસ્યા નવા પ્રકારની છે. વાસ્તવમાં અત્યારે ઑટોમેશનના દોરમાં લોકો ‘જોબ લોસ’ નહીં પરંતુ ‘કરિયર લોસ’ના શિકાર થઇ રહ્યાં છે. નોકરી તો અત્યારે પણ છે, પરંતુ તેના માટે જે પ્રકારના અનુભવની જરૂરિયાત છે, તેમાં મહારથ હાંસલ કરવામાં લોકોને વધુ સમય લાગશે. તે દૃષ્ટિએ બેરોજગારીના વીમા માટે નવેસરથી સિસ્ટમ બનાવવાની જરૂરિયાત છે.