Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2024-25ની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે મળનારી છે જેમાં અલગ-અલગ 39 જેટલી દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ નવા નાણાકીય વર્ષ 2025-26ના બજેટમાં મિલકતવેરાના બાકીદારો માટે હપ્તા સિસ્ટમનો લાભ આપવા વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ લાગુ કરી છે તેને લીલીઝંડી આપવા સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત કરવામાં આવી છે આ ઉપરાંત જામનગર રોડથી સ્માર્ટ સિટીનો 2.1 કિ.મી.નો નવો રોડ ડેવલપ કરવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગમાં કરવામાં આવી છે. આ કામ કલાસીક નેટવર્ક પ્રા.લી.ને રૂ.30.86 કરોડમાં આપવા દરખાસ્ત કરવામાં આવી છે. આ કામ થવાથી આશરે 5 લાખ વાહનચાલકોને ફાયદો થવાનો અંદાજ છે. રાજ્ય સરકાર પાસે જનભાગીદારી હેઠળ કરવાના જુદા-જુદા પ્રાથમિક સુવિધાના રૂ.2659.27 લાખના કામો માટે દરખાસ્ત મોકલાશે. જેમાં 70 ટકા લેખે સરકારનો રૂ.1861 લાખનો ફાળો , 20 ટકા લેખે રૂ.532 લાખનો ધારાસભ્ય, કોર્પોરેટર કે સોસાયટીનો ફાળો અને 10 ટકા લેખે રૂ.265 લાખનો મનપાનો ફાળો રહેશે. ઇસ્ટ ઝોનમાં 1208 લાખ, વેસ્ટ ઝોનમાં 1296 લાખ અને સેન્ટ્રલ ઝોનમાં 153 લાખના વિકાસકામો કરાશે. વોર્ડ નં.5માં પેડક રોડ પર આવેલા સ્વિમિંગ પુલનના રિનોવેશન માટે સદગુરુ ડેવલપર્સના 9.50 ટકા ઓન સાથે રૂ.80.54 લાખમાં ટેન્ડર ભરતા દરખાસ્ત મુકવામાં આવી છે. વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કિમમાં મિલકતધારકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી ચાલુ વર્ષની 100 ટકા અને એરિયર્સની 25 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ભરવાની રહેશે. બાકીની 75 ટકા રકમ ત્રણ વર્ષમાં 25-25 ટકા લેખે ભરી શકસે.ન્યૂ રાજકોટ વેસ્ટ ઝોન વોર્ડ નં.11માં ટીપી સ્કિમ નં.27ના પ્લોટ નં.29-એમાં રૂ.3.31 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્ર અને રૂ.2.69 કરોડના ખર્ચે વોર્ડ ઓફિસ બનાવવાનું કામ મુકાયું છે.