પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના કટ્ટર સમર્થક ન્યૂઝ એન્કર ઈમરાન રિયાઝ ખાનના ગુમ થવાનો મામલો વધુ જટિલ બન્યો છે. ગુરુવારે લાહોર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પંજાબ પોલીસના આઈજીએ કહ્યું- તે આઈએસઆઈ અને મિલિટરી ઈન્ટેલિજન્સનાં કસ્ટડીમાં પણ નથી.
રિયાઝના પરિવારનો આરોપ છે કે 9મી મેના રોજ હિંસા બાદ રિયાઝને 11મી મેના રોજ સિયાલકોટ એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારથી તેનો કોઈ પત્તો નથી. પોલીસે પહેલેથી જ કહ્યું છે કે રિયાઝ દેશના કોઈપણ પોલીસ સ્ટેશનમાં નથી.
આ દરમિયાન ઈમરાન ખાનના અન્ય સમર્થક ન્યૂઝ એન્કર સામી ઈબ્રાહિમનું પણ અપહરણ કરવામાં આવ્યું છે. સામીના પરિવારે આ મામલે એફઆઈઆર નોંધાવી છે.