1થી 4 જૂન સુધી રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમય ગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40થી 41 ડિગ્રી અને રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાન 26થી 27 ડિગ્રીની આજુબાજુ રહેશે તેમજ લઘુતમ ભેજનું પ્રમાણ 67થી 76 ટકા રહેશે અને મહત્તમ ભેજનું પ્રમાણ 17થી 33 ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની અને પવનની ઝડપ 22થી 27 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
4 જૂન બાદ વાતાવરણ, વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આ સમય ગાળામાં ગરમી, વરસાદ અને હવામાં ભેજનું પ્રમાણ રહેશે પરંતુ દિવસેને દિવસે હવામાં ભેજનું પ્રમાણ વધારે રહેવાને કારણે બફારાનું પ્રમાણ વધારે રહેશે. મહત્તમ તાપમાન 30થી 40 ડિગ્રીની આસપાસ રહેશે. બંગાળના અખાતના દક્ષિણ પશ્ચિમ ખૂણેથી ચોમાસાની આગેકૂચ થતા સાનુકૂળ માહોલ જોવા મળી રહ્યો છે. એટલે જૂન માસના બીજા સપ્તાહ બાદ સૌરાષ્ટ્ર- ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી સંભાવના છે.