RBI દ્વારા રેપોરેટમાં ગત મે મહિનાથી 250 બેસિસ પોઇન્ટના વધારાને કારણે જોવા મળી રહેલા ઉચ્ચ વ્યાજદરોને કારણે લોનની પુન:ચૂકવણીની રકમમાં વધારો થયો છે અને પ્રોપર્ટી સામે લોન લેનારા SME લોનધારકો માટે રિફાઇનાન્સિંગનો વિકલ્પ પણ મર્યાદિત બનતા આ પ્રકારની લોન ડિફોલ્ટ થવાની આશંકા વધી છે તેવું મૂડીઝે જણાવ્યું હતું. જો RBI દરોને યથાવત્ રાખે તો પણ SME લોનધારકો પર દેવાની પુન:ચૂકવણી કરવાનું ભારણ વધશે.
તદુપરાંત, ગત વર્ષથી દરોમાં વધારાને કારણે પ્રોપર્ટી સામે લોન લેનારા લોનધારકો રકમની પૂન:ચૂકવણી કરી શકે તેવી શક્યતા ઓછી છે. LAP એટલે લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી.ગત વર્ષથી વ્યાજદરોમાં વધારાની અસર નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ પર પડતા તેઓ માટે ફંડિગ ખર્ચ પણ વધ્યો છે. આ સાથે NBFCsએ નાના-મધ્યમ કદના ઉદ્યોગોના લોનધારકો માટે પ્રોપર્ટી સામે લોન પરના વ્યાજદરોમાં વધારો કર્યો છે. જેને કારણે પુનચૂકવણીની રકમ વધી છે અને આ પ્રકારની લોન માટે રીફાઇનાન્સિંગનું જોખમ પણ વધ્યું છે. ગત વર્ષે મે મહિનાથી રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ રેપોરેટમાં સતત 6 વારમાં 250 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે જેને કારણે રેપોરેટ 6.5%એ પહોંચ્યો છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં RBIએ રેપોરેટમાં વધારાને મુલતવી રાખ્યો હતો.