સુરત શહેરના કાપડના વેપારી જીમમાં ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા, ત્યારે અચાનક તેઓ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયા હતા. જીમમાં હાજર અન્ય લોકો પણ તેને CPR આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે જીમમાં જ મરી જવાનો બનાવ બન્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાપડના વેપારીનું હાર્ટએટેકથી મોત થયું હતું.
હાલના દિવસોમાં હાર્ટએટેકની સંખ્યા વધી રહી છે. યુવાન હોય કે વૃદ્ધ હાર્ટએટેકના શિકાર લોકો બની રહ્યા છે. આ વચ્ચે સુરત શહેરના ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીને હાર્ટએટેક આવ્યો હોવાની ઘટના સીસીટીવી રૂમમાં કેદ થઈ હતી. દરરોજની જેમ કાપડના વેપારી દ્વારકાદાસ મારુ જીમ પહોંચ્યા અને ટ્રેડમિલ પર ચાલતાં ચાલતાં અચાનક તેમને ગભરામણ થઈ અને તેઓ ટ્રેડમિલથી ઢળી પડ્યા હતા.
જીમમાં હાજર કોઈને પણ ખ્યાલ ન હતો કે અચાનક શું થઈ ગયું? દરરોજની જેમ, તેઓ સામાન્ય રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યા હતા અને તેની બાજુમાં એક વ્યક્તિ પણ તે જ રીતે ટ્રેડમિલ પર ચાલી રહ્યો હતો. પરંતુ અચાનક જ તેઓ નીચે ઢળી પડ્યા હતા. તેમને જોઈ જીમમાં તમામ લોકો દોડીને તેમની પાસે આવી ગયા. તેમને સતત સીપીઆર આપવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમનું મોતની થયું હતું. 14મીએ સવારે 6:55 કલાકે બનેલી કઇ ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી.