રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું છે. 1947માં બાંધવામાં આવેલ આ રામજી મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ નવનિર્માણ કરાયું છે.. આ મંદિરના નવનિર્માણમાં, શ્રમદાન અને આર્થિક દાનમાં હિન્દુની સાથે મુ્સ્લિમ બિરાદરોએ પણ સહયોગ આપ્યો છે.
રૈયા ગામનું રામજી મંદિર એકતાનું પ્રતીક બન્યું
મંદિરના નવ નિર્માણ માટે જે પથ્થર વપરાયો છે તે ધ્રાંગધ્રાનો છે. જ્યારે મૂર્તિ માટે ગ્રીસના પથ્થરનો વપરાશ થયો છે. તેમ શાસ્ત્રી ભરતભાઈ રાજ્યગુરૂએ જણાવ્યું છે. આ મંદિરની ખાસિયત અંગે કમિટી મેમ્બર યોગેશભાઈ સાકરિયાએ જણાવ્યું હતું કે, આ રામ મંદિર સવાસો વારમાં ફેલાયેલું છે જેમાં 500 સ્કવેર ફૂટમાં યજ્ઞશાળા ઊભી કરાઇ છે.