Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત દેશનું મણિપુર સળગી રહ્યુ છે. હિંસાને કારણે અનેક લોકોના મૃત્યુ થયા છે ત્યારે આજે રાજકોટ NSUI ના કાર્યકર્તાઓ બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થયા હતા અને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ તકે મણિપુરમાં હિંસા રોકવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે એવો આક્ષેપ કરવામા આવ્યો હતો. છેલ્લા 1 વર્ષથી મણિપુરમાં થઈ રહેલી હિંસાને પગલે સ્થાનિક લોકોમાં અરાજકતા ફેલાઇ છે. જ્યાં દુષ્કર્મ સહિતની ઘટનાઓ શર્મનાક હોવાનુ જણાવ્યુ હતુ. કાર્યકરોએ પોસ્ટર પણ બતાવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, આખીર મોદીજી મણિપુર ક્યો નહીં જાતે?, ના મણિપુર એક હે, ના મણિપુર સેફ હે '.

NSUIના અંકિત સોંદરવાએ જણાવ્યું હતુ કે, છેલ્લા એક વર્ષથી મણિપુરમાં લોહિયાળ સંઘર્ષ ચાલી રહ્યો છે. એવામાં ફરી એકવાર હિંસા ભડકી છે. બે બાળકો અને એક મહિલાનો મૃતદેહ નદી કિનારેથી મળી આવ્યો છે આ જોતા એવું લાગી રહ્યું છે કે ડબલ એન્જિન સરકાર હેઠળ ન તો મણિપુર એક છે, અને ન તો મણિપુર સુરક્ષિત છે. મે 2023થી, રાજ્ય અકલ્પનીય પીડા, વિભાજન અને વધતી હિંસામાંથી પસાર થઈ રહ્યું છે. જેનાથી ત્યાંના લોકોનું ભવિષ્ય બરબાદ થઈ ગયું છે. અમે આ વાત પૂરી જવાબદારી સાથે કહી રહ્યા છીએ કે એવું લાગે છે કે, ભાજપ જાણી જોઈને મણિપુરને સળગાવવા માંગે છે, કારણકે તે પોતાની ધૃણિત વિભાજનકારી રાજનીતિ કરે છે.