Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધવા પામ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે હવે ‘બિપરજોય’ પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે.


વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ
અરબી સમુદ્રમાં પેદા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં બદલાઈ ગયેલા બિપરજોય ગુરુવારના રાત સુધી ઉતરી પશ્ચિમી દિશા તરફ આગળ વધતું હતું, એટલે કે તે પાકિસ્તાનથી ઈરાન અને ઓમાનની દિશા તરફ વળશે તેવા અંદેશાને તમામ મોડ્યુલ સમર્થન આપી રહ્યા હતા. પરંતુ રાતોરાત દરિયામાં જ બિપરજોયએ પોતાનો માર્ગ બદલીને ઉતર પશ્ચિમની જગ્યાએ ઉતર પૂર્વીય કરી નાખતા ફરી ગુજરાતના હવામાન વિભાગ સાવચેત થયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર- કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં આગામી 11 થી 14 જુન વચ્ચે 80થી 100 કિમીની ઝડપે તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે.

પોર્ટ પ્રશાસન દ્વારા આજથી વિશેષ ચક્રવાત કંટ્રોલ રૂમથી શરૂઆત કરવાની તજવીજ હાથ ધરાઈ છે. સિગ્નલ સ્ટેશન, પોર્ટ પ્રશાસન અને વિભાગીય વડાઓ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલ રાખીને પરિસ્થિતિઓ અનુસાર સહુને દિશા નિર્દેશ આપવા અને માહિતીઓનું આદાન પ્રદાન કરીને સહુને સચેત કરવાનો તેમાં પ્રયાસ કરવામાં આવશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.