માર્કેટ નિયામક સેબીએ માર્કેટ કેપની હિસાબથી ટોચની 100 લિસ્ટેડ કંપનીઓને 1 ઑક્ટોબરથી નવા આદેશનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. આદેશ અનુસાર મીડિયામાં સમાચારમાં સામેલ કોઇ એવી જાણકારીની પુષ્ટિ, ઇનકાર કે સ્પષ્ટતા આપવી પડશે જે સામાન્ય નથી અને જે સંકેત આપે છે કે કોઇ મામલાને લઇને રોકાણકારોની વચ્ચે અફવા ફેલવાઇ રહી છે. તેવું અફવા ફેલાય તેની 24 કલાકની અંદર કરવું પડશે. ટૉપ 250 લિસ્ટેડ કંપનીઓ માટે નવા નિયમો 1 એપ્રિલ 2024થી લાગૂ થશે.
સેબીએ કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત કરવા માટે દિશાનિર્દેશ જારી કર્યા છે. તે અનુસાર, લિસ્ટેડ કંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સ મજબૂત કરવા માટે કોઇ મોટા યુનિટના શેરધારકોને કોઇ વિશેષ અધિકાર એક જ શરત પર મળશે. તેઓને વિશેષ અધિકાર મળવાની તારીખથી લઇને દર પાંચ વર્ષમાં એક વાર સામાન્ય સભામાં વિશેષ સંકલ્પ મારફતે મંજૂરી લેવી પડશે.
તદુપરાંત કોઇ લિસ્ટેડ કંપનીના બોર્ડમાં નિયુક્ત દરેક ડાયરેક્ટર્સે બોર્ડમાં યથાવત્ રહેવા માટે પીરિયોડિકલ શેરધારકોની મંજૂરીની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. લિસ્ટેડ કંપનીઓએ પોતાના ડાયરેક્ટર્સ અથવા સીનિયર મેનેજમેન્ટ દ્વારા કરાયેલા કોઇ ફ્રૉડ અથવા ડિફોલ્ટનો ખુલાસો કરવો પડશે. તેઓએ કોઇ દંડની ચૂકવણી અથવા તેઓએ કોઈપણ નિયમનકારી, સત્તાવાર, અમલીકરણ અથવા ન્યાયિક સત્તાધિકારીને કોઈપણ દંડ અથવા કોઈપણ લેણાંની ચુકવણીમાં ડિફોલ્ટ અંગેની જાણકારી પણ આપવી પડશે.