જામનગર શહેર ઉપરાંત ધ્રોલ અને કાલાવડ પંથકમાં મોબાઇલ ઉઠાવગીર સક્રિય બન્યા હોય તેમ વધુ ચાર સ્થળેથી જુદા જુદા આસામીના ફોન ચોરી થયાના બનાવ બહાર આવ્યા છે જેમાં શહેરની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રાનો કિંમતી મોબાઇલ કોઇ તસ્કર રીક્ષામાં સેરવી ગયાની ફરીયાદ નોંધાઇ છે.
પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરની ડેન્ટલ કોલેજમાં અભ્યાસ કરતા અને હોસ્ટેલમાં રહેતા જાહન્વીબેન દિનેશભાઇ નગેવાડીયા નામની છાત્રા ગત તા.22-10ના રોજ પંડિત નહેરૂ માર્ગ પર ખરીદી અર્થે ગયા હતા.જયાથી તેઓ રીક્ષામાં પરત જતા હતા ત્યારે રૂ. 26 હજારની કિંમતનો મોબાઇલ સીમકાર્ડ સાથે ચોરી થયાની ફરીયાદ નોંધાઇ છે.
જયારે શહેરના એરફોર્સ સ્ટેશન-1 રોડ પરના વિસ્તારમાં રહેતા રાહુલભાઇ રમેશભાઇ સુહાગ નામનો યુવાન ગત તા.19-12ના રોજ પોતાના રૂમમાં નિદ્રાધીન થયા હતા જે દરમિયાન કોઇ તસ્કરે અંદર ધુસી રૂ.30 હજારનો મોબાઇલ ફોન ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાઇ છે.