Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્ટોક માર્કેટમાં ટ્રેડર્સ નિફ્ટી 50 અને બેન્ક નિફ્ટી જેવા ઇન્ડેક્સને સૌથી વધુ ટ્રેક કરે છે. તે માર્કેટનું સેન્ટિમેન્ટ માપવાનું બેરોમીટર છે.

ગિફ્ટ નિફ્ટી શું છે?
તે એસજીએક્સ નિફ્ટીનું જ નવું સ્વરૂપ છે. અત્યારે સિંગાપુર એક્સચેન્જ પર થનારા નિફ્ટી ડેરિવેટિવ કોન્ટ્રાક્ટને એસજીએક્સ નિફ્ટી કહેવાય છે. આગામી જુલાઇથી આ કોન્ટ્રાક્ટ્સનું ટ્રેડિંગ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી ગાંધીનગરમાં થવા લાગશે. આ ટ્રેડિંગ એસજીએક્સ અને એનએસઇ વચ્ચે એક વિશેષ વ્યવસ્થા અંતર્ગત થશે.

ગિફ્ટ નિફ્ટી ટ્રેડિંગ ક્યારે શરૂ થશે?
ગિફ્ટ નિફ્ટીમાં આગામી 3 જુલાઇથી ટ્રેડિંગ શરૂ થઇ જશે. ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડિંગ 22 કલાક સુધી થવાની સંભાવના છે.

આ ફેરફારની શું જરૂરિયાત છે?
ભારતીય સ્ટોક એક્સચેન્જે વિદેશી સ્ટોક એક્સચેન્જ સાથે ડેટા શેરિંગને લઇને સમજૂતિ 2018માં રદ્દ કરી હતી. આ પગલાથી ટેકનિકલ રીતે એસજીએક્સ પર નિફ્ટી કોન્ટ્રાક્ટનું ટ્રેડિંગ ખતમ થઇ શકતું હતું. બંને વચ્ચેની મધ્યસ્થતાથી થયેલું સમાધાન જ એનએસઇ આઇએફએસસી-એસજીએક્સ કનેક્ટ પ્રોગ્રામ છે.

રોકાણકારોને શું ફાયદો થશે?
સ્થાનિક રોકાણકારો ગિફ્ટ નિફ્ટીમાં ટ્રેડ નહીં કરી શકે. માત્ર એસજીએક્સની સાથે નોંધાયેલા રોકાણકારો જ ટ્રેડિંગ કરી શકશે.