ગુરુવારે (22 જૂન) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 284 પોઈન્ટ ઘટીને 63,238 પર બંધ થયો હતો. વહેલી સવારે તેની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. સેન્સેક્સ 78 પોઈન્ટના ઉછાળા સાથે 63,601 પર ખુલ્યો હતો. આજે સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો થયો હતો. બીજી તરફ નિફ્ટીમાં પણ આજે 85 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. 18,771 પર બંધ રહ્યો હતો.
15 વર્ષમાં માર્કેટ 10 હજારથી 60 હજાર સુધી પહોંચી ગયું
25 જુલાઈ, 1990 ના રોજ, BSE સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારની સપાટીને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર સુધી આવતા લગભગ 16 વર્ષ (6 ફેબ્રુઆરી 2006) લાગ્યા, પરંતુ 10 હજારથી 60 હજારની સફર માત્ર 15 વર્ષમાં પૂરી કરી.