ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ આજે રમાશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં સવારે 9:30 વાગ્યાથી રમાશે. ટૉસ સવારે 9 વાગ્યે થશે. રાંચી ટેસ્ટ જીત્યા બાદ ભારતે 3-1ની લીડ સાથે સિરીઝ પર કબજો કરી લીધો છે.
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આ મેચમાં પરત ફરશે. તેને ચોથી ટેસ્ટમાં આરામ આપ્યો હતો. સિરીઝમાં નિષ્ફળ ગયેલા રજત પાટીદારના સ્થાને દેવદત્ત પડ્ડિકલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
ઇંગ્લેન્ડ હેડ ટુ હેડમાં આગળ
ઇંગ્લેન્ડનો હાથ હેડ ટુ હેડમાં ઉપર છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં 135 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 34 અને ઇંગ્લેન્ડે 51માં જીત મેળવી છે. જોકે, ભારતમાં બંને ટીમ વચ્ચે રમાયેલી 68 ટેસ્ટ મેચમાં ભારતે 25માં જીત, 15માં હાર અને 28 મેચ ડ્રો કરી હતી.