Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સે 26 જૂન 2023ના રોજ ફોરેન પોસ્ટ ઓફિસ અમદાવાદ ખાતે બે પાર્સલ અટકાવ્યા હતા. આ બે પાર્સલ નેધરલેન્ડથી આવ્યા હતા અને તેને દમણ નજીકના સ્થળે મોકલવાના હતા.


બંને પાર્સલમાંથી એમડીનો જથ્થો જપ્ત કર્યો
ડીઆરઆઇએ જપ્ત કરેલી બરણીમાં રંગબેરંગી પ્લાસ્ટિકની માળા હતી. જો કે ઢાંકણની નીચે ચાંદીના રંગનું પાઉચ ચુસ્તપણે છુપાવેલું હતું. આ પાઉચ ખોલતા નાની ગ્રે રંગની ગોળીઓ મળી આવી હતી. એક પાઉચમાં સફેદ પાવડર પણ હતો. ફોરેન્સિક સાયન્સ લેબના અધિકારીઓએ બંને શંકાસ્પદ નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને બે પાઉચમાં એમડીએમએ હોવાની પુષ્ટિ કરી હતી. ડીઆરઆઈએ બંને પાર્સલમાંથી 87 ગ્રામ એમડીનો જથ્થો જપ્ત કર્યો હતો.

પાલડી ચાર રસ્તા પાસેથી 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક પેડલર ઝડપાયો
પાલડી ચાર રસ્તા મહેંદીનવાઝ હોલ પાસે 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સ સાથે પોલીસે સલમાનખાન પઠાણ (રહે. બહેરામપુરા)ને ઝડપી પાડી તેની પાસેથી 400 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ડ્રગ્સનો જથ્થો જાવેદ પાસેથી લીધો હતો અને ઉર્વિશ ચૌહાણને આપવાનો હોવાનું જણાવ્યું હતુ.