કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ પર હુમલાની ધમકી આપતા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવવામાં આવશે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ મંગળવારે કહ્યું- અમે પણ વિયેના કન્વેન્શનનો એક ભાગ છીએ. તેથી ભારતના રાજદ્વારીઓની સુરક્ષાના મામલાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. આ પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રાલયે પણ આ જ નિવેદન બહાર પાડ્યું હતું.
સોમવારે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના રાજદ્વારીઓ પર હુમલાની ધમકી પર કડક વલણ અપનાવ્યું હતું. તેમણે કેનેડા, અમેરિકા અને બ્રિટનને સ્પષ્ટ કહ્યું હતું કે ખાલિસ્તાન સમર્થકોને કોઈપણ પ્રકારની ગેરકાયદે છૂટ આપવામાં ન આવે.