રાજકોટના સોની બજારમાં પેઢી ધરાવતા અને ચાંદીના દાગીનાનું ટ્રેડિંગ કરતાં પિતા-પુત્રએ ઉપલાકાંઠાના ચાંદીના ધંધાર્થીઓ પાસેથી રૂ.2.28 કરોડની 290 કિલો ચાંદીના દાગીના મેળવી વેપારીઓને પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચરી હતી. પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
રણછોડનગરમાં રહેતા રાજેન્દ્રભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પિતા-પુત્ર ચારેક મહિનાથી ધંધાર્થે તેમના સંપર્કમાં હતા. ગત તા.24 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ સુધીમાં આરોપી પિતા-પુત્ર સુરેશ ચના ઢોલરિયા અને કેતન સુરેશ ઢોલરિયા તેમની પાસેથી રૂ.20,19,619ની કિંમતના 26.774 કિલો ચાંદીના દાગીના લઇ ગયા હતા આરોપી પિતા-પુત્રએ 17 વેપારીઓ પાસેથી ચાંદીના દાગીના મેળવી રકમ નહીં ચૂકવી રૂ.2,28,10,597ની છેતરપિંડી આચરી હતી. પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સુરેશ ઢોલરિયાને સકંજામાં લઇ તેના પુત્ર કેતન ઢોલરિયાની શોધખોળ શરૂ કરી હતી.