Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશના અતિ ધનાઢ્ય લોકોને સેવા પૂરી પાડતી પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસને અલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (AIFs) તરફથી આકરી સ્પર્ધાનો સામનો કરી રહી છે. મે મહિના દરમિયાન પીએમએસ ઇન્ડસ્ટ્રીના ક્લાઇન્ટની સંખ્યા ઘટીને 1,25,390 થઇ હતી. જેમાં એપ્રિલથી 20,528નો ઘટાડો જોવા મળ્યો હતો. પીએમએમસ મેનેજર્સ માટે ઉચ્ચ સક્રિય ગુણોત્તર છે જેનો અર્થ છે કે તેમના પોર્ટફોલિયો યોગ્ય રીતે સ્થિત છે તેમજ બેન્ચમાર્કની તુલનામાં વધુ સક્રિય રીતે સંચાલિત છે જે લાંબા ગાળાના રોકાણકારો માટે પણ અગત્યનું છે.


ગત વર્ષ કેટલાક કારણસર અને ઇન્ડેક્સ ઘટકોની જટિલતાને કારણે આલ્ફા જનરેટ કરવા પીએમએસ મેનેજર્સ માટે વધુ પડકારજનક હતુંં. પાંચ મહિનાથી પીએમએસ ઇન્ડસ્ટ્રીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) રૂ.26 ટ્રિલિયન થી રૂ.28 ટ્રિલિયનની વચ્ચે રહી છે. તાજેતરના મહિના દરમિયાન પીએમએસમાં રિટર્ન સુધર્યું છે છતાં હવે સ્પર્ધા AIFs સાથે છે જેના માટે માર્કેટ નિયામકે ટ્રાયલ આધારિત ફી સ્ટ્રક્ચર રજૂ કર્યું છે અને AIFsને ડાયરેક્ટ પ્લાન લોન્ચ કરવા માટેનો પણ નિર્દેશ આપ્યો છે.