કેનેડામાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર લગભગ 250 ખાલિસ્તાની વિરોધીઓએ ધ્વજ લહેરાવ્યો અને સૂત્રોચ્ચાર કર્યા. જેના જવાબમાં ભારતીય સમુદાયના લોકો પણ તિરંગો લઈને ત્યાં હાજર હતા.
તેઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. આ દરમિયાન તેમના હાથમાં પ્લેકાર્ડ પર 'ખાલિસ્તાની શીખ નહીં હોતે' ના નારા લખવામાં આવ્યા હતા. ભારતીયોના દેખાવો અને સૂત્રોચ્ચાર સામે ખાલિસ્તાનીઓની રેલી ઉમટી પડી હતી. વિરોધ દરમિયાન બંને પક્ષના સમર્થકો સામસામે જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ ખાલિસ્તાની સમર્થકોએ 8 જુલાઈએ અમેરિકા, બ્રિટન અને કેનેડામાં 'કીલ ઈન્ડિયા' રેલી કાઢવાની જાહેરાત કરી હતી.