રશિયાએ મંગળવારે ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને ‘આતંકી અને ઉગ્રવાદી સંગઠન’ જાહેર કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં વધેલા તણાવ પછી રશિયા તરફથી આ પ્રતિક્રિયા આવી છે.
માર્ક ઝુકરબર્ગના માલિકી હેઠળના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોસ્કોની કોર્ટે ઉગ્રવાદી પ્રવૃત્તિઓ માટે આરોપ લગાવ્યા છે. યુક્રેનમાં લોકોને રશિયનો વિરુદ્ધ હિંસાત્મક સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે ઉશ્કેરવા માટે પણ મેટા સામે આરોપ લગાવાયો છે.
મેટાના વકીલે કોર્ટમાં તમામ આરોપોને ખોટા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે કંપની રશિયનો સામે આવી કોઈ ઉગ્રવાદી પ્રવૃત્તિઓમાં સામેલ નથી. રશિયાએ ટેક જાયન્ટ મેટાને તેના ફેડરલ સર્વિસ ફોર ફાઇનાન્સિયલ મોનિટરિંગ ડેટાબેઝમાં “આતંકવાદી અને ઉગ્રવાદી” તરીકે જાહેર કર્યું છે.