Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વિરાટ કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં બોલ સાથે છેડછાડ કાંડ 'સેંડપેપર સ્ટાઈલ'મા ઈશારો કરીને ઓસ્ટ્રેલિયન ચાહકોને ચીડવવાનો પ્રયાસ કર્યો હતો. હકીકતમાં સિડની ટેસ્ટના ત્રીજા દિવસે જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં વિરાટ કોહલી મેદાનમાં કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને વિરાટને જોઈને દર્શકોએ શોરબકોર શરૂ કરી દીધો હતો.


વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયન ફેનને ચીડવ્યા આના જવાબમાં વિરાટ કોહલીએ દર્શકોને ઓસ્ટ્રેલિયાના 2018ના બોલ ટેમ્પરિંગ કૌભાંડની યાદ અપાવવાનો ઈશારો કર્યો હતો. વિરાટ કોહલીએ પોતાના ખિસ્સા બતાવીને આ બતાવવાનો પ્રયાસ કર્યો અને તેણે કહ્યું કે, તે બોલ સાથે ચેડા કરવા માટે પોતાના ખિસ્સામાં કંઈ નથી રાખતો. જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

કોહલીનો આ ઈશારો સ્ટીવ સ્મિથના આઉટ થયા બાદ આવ્યો હતો. હકીકતમાં, 2018માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉન ટેસ્ટ દરમિયાન સ્ટીવ સ્મિથ બોલ સાથે છેડછાડ કરતા પકડાયો હતો. ઓસ્ટ્રેલિયન ટીમે મેચ દરમિયાન બોલ સાથે ચેડાં કરવા માટે સેન્ડપેપરનો ઉપયોગ કર્યો જેથી તેઓને રિવર્સ સ્વિંગ કરવામાં મદદ મળી શકે અને આ કેમેરામાં કેદ થઈ ગયું, જેના કારણે સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમેરોન બૅનક્રોફ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.