Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નવજાત શિશુનાં માતા-પિતા અથવા સંભાળ રાખનારાઓ જેટલી વધુ વાતચીત કરશે તેટલી જ ઝડપથી શિશુના મગજનો વિકાસ થશે. ટેક્સાસ યુનિવર્સિટીના સંશોધકોની ટીમને એમઆરઆઈ અને ઑડિયો રેકોર્ડિંગના માધ્યમથી અભ્યાસમાં જાણવ્યા મળ્યું છે કે શિશુઓ સાથે વાત કરવાથી મગજનો વિકાસ થાય છે, જે આગળ જતાં તેમની ભાષા પણ વધુ કુશળ બને છે.

રિસર્ચમાં સામેલ આસિસ્ટન્ટ પ્રોફેસર મેઘન સ્વાન્સને કહ્યું હતું કે અભ્યાસમાં અમે એ સમજવાનો પ્રયાસ કર્યો છે કે જે બાળકો વધુ સાંભળે છે, તેમનું ભાષા કૌશલ્ય કેવી રીતે સુધરે છે અને કઈ પ્રક્રિયા તેમના માટે યોગ્ય છે. ડેવલપમેન્ટલ કોગ્નિટિવ ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં પ્રો. સ્વાન્સનનું કહેવું છે કે માતા-પિતાના સંવાદથી મગજની અંદર માહિતી પ્રક્રિયા કરતા વિવિધ ગ્રે મેટરનાં ક્ષેત્રો વચ્ચે સંવાદને સુગમ બનાવનાર વાઇટ મેટર વિકસિત થાય છે. સ્વાન્સને જણાવ્યું હતું કે અમે ભાષાના વિકાસ પહેલાં અને પછી મગજના વિકાસનો અભ્યાસ કરવા માગતા હતા. ઘરનું વાતાવરણ, ખાસ કરીને સંભાળ રાખનારાઓની વાતચીતથી ભાષાના વિકાસ પર સીધી અસર કરે છે. મનોવિજ્ઞાનીઓના મુજબ, બાળકોના મગજમાં શ્વેત પદાર્થનો વિકાસ એ ધીમી પ્રક્રિયા છે, પરંતુ જેમ તેઓ બોલવાનું શરૂ કરે છે, તેમની ભાષા અગાઉના સંવાદ મુજબ વધુ સારી બને છે.