ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી ODI વર્લ્ડ કપ મેચ ફરીથી શેડ્યૂલ થવાનો ખતરો છે. બંને ટીમ વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. આ દિવસે નવરાત્રીનો તહેવાર પણ શરૂ થઈ રહ્યો છે. તેને જોતા સુરક્ષા એજન્સીએ મેચની તારીખ અથવા સ્થળ બદલવાનું સૂચન કર્યું છે.
બીજી તરફ, BCCI સેક્રેટરી જય શાહે આવતીકાલે એટલે કે ગુરુવારે જ સ્ટેટ એસોસિયેશન ઓફ વર્લ્ડ કપ વેન્યુની ઈમરજન્સી બેઠક બોલાવી છે. માનવામાં આવે છે કે મીટિંગમાં નવી મેચની તારીખ અથવા સ્થળ બદલવા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.
વધુ પડતી ભીડ સમસ્યાનું કારણ બનશે- BCCI અધિકારી
નામ જાહેર ન કરવાની શરતે, BCCI અધિકારીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, 'અમે અન્ય વિકલ્પો (સ્થળો) શોધી રહ્યા છીએ, ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સુરક્ષા એજન્સીએ કહ્યું કે નવરાત્રી જેવો દિવસ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈપ્રોફાઈલ મેચ માટે ટાળવો જોઈએ. મેચ માટે હજારો ચાહકો અમદાવાદ જશે, આ દિવસે નવરાત્રિના કારણે શહેરમાં ઘણી ભીડ જોવા મળશે.'