સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ખેલાડી જે 9 એપ્રિલે મુલ્લાનપુરમાં રમાયેલી IPL મેચમાં પંજાબ સામે તેની ટીમ માટે તારણહાર બન્યો હતો. ખૂબ જ નિર્ણાયક સમયે, 20 વર્ષીય નીતિશે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે 37 બોલમાં 64 રનની ઇનિંગ રમી હતી. તેણે બોલિંગમાં એક વિકેટ પણ લીધી હતી.
આ ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે નીતિશને પ્લેયર ઑફ ધ મેચનો ખિતાબ મળ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદે આ રોમાંચક મેચ 2 રને જીતી લીધી હતી. ડોમેસ્ટિક ક્રિકેટમાં નીતિશના નામે ઘણા મોટા રેકોર્ડ છે. વિરાટ કોહલી તેનો આદર્શ રહ્યો છે. હાર્દિક પંડ્યા સાથેની મુલાકાતે તેની કારકિર્દી બદલી નાખી.
હનુમા વિહારીએ ડોમેસ્ટિક ક્રિકેટમાં આંધ્રપ્રદેશ તરફથી રમતા નીતિશ રેડ્ડીની પણ પ્રશંસા કરી છે. રેડ્ડીએ હનુમાની આગેવાનીમાં ઘણી મેચ રમી છે. IPL શરૂ થયા પહેલાં જ હનુમાએ નીતિશ વિશે ટ્વિટ કર્યું હતું. ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા હનુમાએ નીતિશ વિશે લખ્યું હતું કે, 'તેનામાં ઇન્વેસ્ટ કરો, તે ફ્રેન્ચાઈઝી ક્રિકેટમાં ભવિષ્યનો મોટો ખેલાડી છે, બેટિંગ સિવાય તે મીડિયમ પેસ બોલિંગ પણ કરી શકે છે, જે ખૂબ જ દુર્લભ છે.'
નીતિશ રેડ્ડીને સનરાઇઝર્સ હૈદરાબાદે 2023ની સિઝન પહેલાં ઓક્શનમાં 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ કરારબદ્ધ કર્યો હતો. તેણે 18 મે 2023ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે તેની IPLની શરૂઆત કરી, જ્યાં તેણે બે ઓવરમાં 19 રન આપ્યા. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ગત સિઝનમાં તેણે હૈદરાબાદ માટે 2 મેચ રમી હતી.
નીતિશના પિતાએ નોકરી છોડી દીધી
નીતિશ વિશે, હનુમા વિહારીએ X પર લખ્યું, 'NKR (નીતિશ કુમાર રેડ્ડી) એક સામાન્ય બેકગ્રાઉન્ડમાંથી આવે છે. તેના પિતાએ તેની કારકિર્દી માટે તેમની નોકરી છોડી દીધી હતી. તેમણે નીતિશને માર્ગદર્શન આપ્યું અને પાલન-પોષણ કર્યું. તેની મહેનત હવે ફળી રહી છે. મેં નીતિશને 17 વર્ષનો હતો ત્યારે જોયો હતો. તેના પર ગર્વ છે, તે ભવિષ્યમાં સનરાઇઝર્સ અને ભારત માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. નીતિશે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું હતું કે તેના પિતા એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે તેના પર વિશ્વાસ કર્યો કે તે એક સારા ક્રિકેટર બની શકે છે.