તહેવારો ભારતીય અર્થતંત્રને મજબૂત સપોર્ટ કરે છે. નવરાત્રી, દશેરા અને દુર્ગાપૂજાના તહેવારો હમણાં જ પૂર્ણ થયા. આ 10-12 દિવસના સમયગાળા દરમિયાન કરોડ રૂપિયાના માલસામાનનું વેચાણ થયું હતું. હવે આગામી સમયમાં 31મી ઓક્ટોબરે દેશભરમાં ઉજવવામાં આવશે. આ વર્ષે તહેવારો પર 4.25 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થવાનો અંદાજ છે. જે અગાઉના વર્ષે 3.5 લાખ કરોડની તુલનાએ સરેરાશ 20-22 ટકાનો મજબૂત ગ્રોથ રહેવાનું કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના પ્રવીણ ખંડેલવાલે દર્શાવ્યો હતો. ગ્રાહકોની વધી રહેલી માગના કારણે વેપારને સપોર્ટ મળવા સાથે દેશના અર્થતંત્રમાં પણ તહેવારો મહત્વનો ભાગ ભજવી રહ્યાં છે. તહેવારોમાં વેચાતા લાખો-કરોડ રૂપિયાના માલનો ફાયદો માત્ર ઉદ્યોગપતિઓ કે દુકાનદારોને જ થાય છે. આનાથી કારીગરો, મજૂરોને પણ મોટા પાયે રોજગારી મળી રહી છે.
ખંડેલવાલનું કહેવું છે કે દશેરાના 10 દિવસમાં સરેરાશ 50 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ થયો છે. હવે આજથી આગામી 15 દિવસ સુધી દિવાળીની ખરીદી માટે દેશભરના બજારોમાં ભારે ભીડ જોવા મળશે. આ સમય દરમિયાન લોકો નવા કપડાં, જ્વેલરી અને સોના-ચાંદીના સિક્કા ખરીદે છે. મતલબ કે દશેરા કરતાં દિવાળીમાં વધુ ખરીદી થશે.