Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

જમ્મુ અને કાશ્મીરમાં પહાડી, ગડ્ડા બ્રાહ્મણ, પડદારી આદિવાસીઓ અને કોળી સમુદાયોને એસસીમાં સામેલ કરવાનો વિરોધ ઉગ્ર બન્યો છે. ગુર્જર-બકરવાલ સમુદાયનો વિરોધ હવે જમ્મુ, પૂંછ, રાજૌરી, શ્રીનગર, કુપવાડા અને અન્ય જિલ્લાઓ સાથે ઉત્તરપ્રદેશ સુધી પહોંચ્યો છે. ગુર્જર-બકરવાલ સમુદાયનો આરોપ છે કે કેન્દ્ર સરકાર શ્રીમંત, ઉચ્ચ જાતિના હિન્દુઓ, મુસ્લિમો અને શીખોને અનુસૂચિત જાતિ (એસટી)માં સામેલ કરીને તેમના લાભોને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. વધુ મત મેળવવા માટે ભાગલા પાડવાનું ષડ્યંત્ર છે.


ગુર્જર નેતા અને ઓલ રિઝર્વ્ડ કેટેગરીઝ જોઈન્ટ એક્શન કમિટી (એઆરસીજેએસી)ના ફાઉન્ડર મેમ્બર તાલિબ હુસૈને જણાવ્યું હતું કે આદિવાસી દરજ્જો એવા લોકોને આપી શકાય છે જેઓ વંશીય રીતે અલગ અથવા આર્થિક રીતે પછાત હોય. જોકે પહાડી આ વસ્તુમાં નથી. તેઓ વિવિધ જાતિ અને ધર્મ ધરાવે છે. પહાડીઓમાં સૈયદ, બુખારી જેવા ઉચ્ચ જાતિના મુસ્લિમો અને બ્રાહ્મણો, રાજપૂતો, મહાજન જેવા હિન્દુઓનો સમાવેશ થાય છે. તેઓ શાસક વર્ગ અને સમૃદ્ધ પરિવારના છે. હાલમાં આદિવાસી જાતિઓમાં ગુર્જર, બકરવાલ, શિના, ગદ્દી અને સ્પિટિસનો સમાવેશ થાય છે. જો STમાં નવું જાતિ બિલ પસાર થશે તો વધુ સમુદાયો STમાં આવવાનો દાવો કરશે. જો પૂંછના બુખારીઓને આદિવાસીઓમાં સામેલ કરવામાં આવે તો શ્રીનગરના બુખારીઓ પણ આદિવાસીઓ હોવાનો દાવો કરી શકે છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ સમુદાયને ભાષાના આધારે એસટીનો દરજ્જો આપવામાં આવી રહ્યો છે.