Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકામાં કમાવા માટે નોકરી કરવાને બદલે ઘરે જ રહેતા પુરુષોની સંખ્યામાં વધારો થયો છે ત્યારે, ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં ઘટાડો થયો છે. પ્યૂ રિસર્ચ મુજબ વર્ષ 1989 અને 2021ની વચ્ચે ઘરમાં રહેનારી મહિલાઓની સંખ્યામાં 26% થી 28% ઘટાડો થયો છે જ્યારે આ સમય દરમિયાન કામ કરવાને બદલે ઘરે જ રહીને બાળકોની સારસંભાળ રાખનાર પુરુષોની સંખ્યામાં 4% થી 7%નો વધારો થયો છે. ઘરમાં રહેતા અને કામ પર જતા પુરુષો વચ્ચેનાં વિવિધ ધોરણો વચ્ચે શું તફાવત છે તે પણ જણાવ્યું છે. તે આ પ્રમાણે છે.


• શિક્ષણ: નોકરી કરતા પુરુષોની સરખામણીએ ઘરે રહેતા પુરુષોએ ઓછામાં ઓછો સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાની શક્યતા ઓછી હોય છે. ઘરે રહેતા લગભગ 22% પુરુષોનું શિક્ષણનું સ્તર આ જ છે. • ગરીબી: ઘરમાં રહેતા પુરુષોનો પરિવાર નોકરી કરતાં પુરુષોના પરિવારની સરખામણીએ આર્થિક રીતે ઓછા સમૃદ્ધ હોય છે. ઘરે રહેતા આશરે 40% પુરુષોનો પરિવાર ગરીબીમાં જીવે છે જ્યારે નોકરી કરતા પુરુષોમાં આ આંકડો માત્ર 5% છે. • ઉંમર : ઘરમાં રહેતા પુરુષો કામ પર જતા પુરુષોની સરખામણીએ વધુ ઉંમરના હોય છે. 46% ઘરમાં રહેતા પુરુષો 45 વર્ષ કરતાં વધુ વયના છે. • લગ્ન: ઘરે રહેતા પુરુષોમાં 68% પરિણીત હોય છે જ્યારે કામ કરતા પુરુષોમાં 85% પરિણીત છે.