ભારતીય હોકી ટીમે ચેન્નાઈમાં રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ટુર્નામેન્ટની એકમાત્ર અજેય ટીમ ભારતે શુક્રવારે સેમીફાઈનલમાં જાપાનને એકતરફી મેચમાં 5-0થી હરાવ્યું હતું.
આકાશદીપ સિંહે 19મી મિનિટે, કેપ્ટન હરમનપ્રીત સિંહે 23મી મિનિટે, મનદીપ સિંહે 30મી મિનિટે, સુમિતે 39મી મિનિટે અને કાર્તિ સેલ્વમે 51મી મિનિટે ગોલ કર્યા હતા.
ભારત શનિવારે (12 ઓગસ્ટ)ના રોજ ફાઈનલમાં સેમિફાઈનલ 1 વિજેતા મલેશિયા સામે ટકરાશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં મલેશિયાને 5-0થી હરાવ્યું હતું. ભારતે પાંચમી વખત ફાઇનલમાં જગ્યા બનાવી છે.
ભારત પાસે ચોથી વખત ટ્રોફી જીતવાની તક છે
ભારત બાદ હવે ચોથી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક છે. ભારત આ ટાઇટલ 3 વખત જીત્યું છે. ટીમે છેલ્લું ટાઇટલ 2016માં જીત્યું હતું. તે જ સમયે, ભારત 2018 માં પાકિસ્તાન સાથે સંયુક્ત વિજેતા પણ હતું.