શ્રીલંકાએ બીજી વનડેમાં ભારતને 32 રને હરાવ્યું છે. 6 વિકેટ લેનાર લેગ સ્પિનર જેફરી વાંડરસે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે ભારતના ટોપ-6 બેટર્સને 50 રનની અંદર પેવેલિયન મોકલી દીધા અને તે જીતનું મુખ્ય કારણ બન્યું. શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી આગળ છે. પ્રથમ વનડે ટાઈ રહી હતી, ત્રીજી મેચ 7મી ઓગસ્ટે રમાશે.
કોલંબોમાં રવિવારે શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. ટીમે 9 વિકેટ ગુમાવીને 240 રન બનાવ્યા હતા. ટીમે બે વખત 70+ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 3 અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી હતી.
ભારત તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલે 97 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. રોહિત શર્માએ 64 રન બનાવ્યા હતા. અહીંથી લેગ સ્પિનર જેફરી વાંડરસેએ ભારતને બેક ફૂટ પર ધકેલી દીધું. કેપ્ટન ચરિથ અસલંકાએ છેલ્લી 3 વિકેટ ઝડપી હતી અને ભારત 42.2 ઓવરમાં 208 રનમાં સમેટાઈ ગયું હતું.